ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 15મી મેચ કોલાકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં કેકેઆરની ટીમે હૈદરાબાદને 80 રનથી હરાવ્યું હતું. કોલકાતાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 200 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ 16.4 ઓવરમાં 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
કોલકાતા તરફથી વેંકટેશ અય્યર અને અંગક્રિશ રઘુવંશીએ અડધી સદી ફટકારી હતી. અય્યરે 51 રન બનાવ્યા હતા, જ્યારે રઘુવંશીએ 54 રનનું યોગદાન આપ્યું હતું. આ બંનેની શાનદાર બેટિંગની મદદથી KKR એ 200 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં તરફથી હેનરિક ક્લાસને 33 રન બનાવ્યા હતા, જ્યારે કામિન્દુ મેન્ડિસે 27 રનનું યોગદાન આપ્યું હતું. જોકે, અન્ય કોઈ બેટ્સમેન મોટો સ્કોર બનાવી શક્યો ન હતો. જેના પગલે ટીમ માત્ર 16.4 ઓવરમાં 120 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. KKR તરફથી વૈભવ અરોરા અને વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરી હતી. બંને બોલરોએ ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી.