ભારતીય સિનેમાજગતના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્દેશક મનોજ કુમારનું દુખદ અવસાન થયું છે. દિગ્ગજ અભિનેતાએ 87 વર્ષની ઉંમરે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મનોજ કુમાર ખાસ કરીને દેશભક્તિ આધારિત ફિલ્મો માટે જાણીતા હતા. તેમને ભારત કુમાર નામથી પણ લોકો ઓળખતા હતા.તેમના નિધનના પગલે બોલીવુડ જગતમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સાથે જ દિગ્ગજ નેતાઓએ પણ તેમના નિધનના પગલે દુખ વ્યક્ત કર્યુ છે.
મનોજ કુમારે સહારા, ચાંદ, હનીમૂન, પૂરબ ઔર પશ્ચિમ, નસીબ, મેરી આવાજ સુનો, નીલ કલમ, ઉપકાર, પથ્થર કે સનમ, પિયા મિલન કી આસ, સુહાગ સુંદર, રેશમી રુમાલ જૈવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમને નેધનલ એવોર્ડ, પદ્મ શ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.