રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પોતાના હોમગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ગુરુવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા બાદ, આરસીબીએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 205 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન નિર્ધારિત ઓવરોમાં નવ વિકેટ ગુમાવીને માત્ર 194 રન જ બનાવી શક્યું.
RR તરફથી યશસ્વી જયસ્વાલે સૌથી વધુ 49 રન બનાવ્યા હતા. આ રોમાંચક મેચમાં રાજસ્થાનને 11 રને બેંગ્લોરે પરાજય આપ્યો હતો. જોશ હેઝલવુડે 19મી ઓવરમાં માત્ર 1 રન આપીને 2 મહત્વની વિકેટ ઝડપી મેચનું પાસુ પલટી નાખ્યું હતું. હેઝલવુડે પોતાની બોલિંગમાં 33 રન આપી કુલ 4 વિકેટ પોતાના નામે કરી હતી. આ ઉપરાંત બેંગ્લોરની ટીમના કૃણાલ પંડ્યાએ બે વિકેટ લીધી હતી, જ્યારે ભુવનેશ્વર કુમાર અને યશ દયાલે એક-એક વિકેટ લીધી. જ્યારે બેટિંગમાં આરસીબી તરફથી વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલની શાનદાર અડધી સદી અને જોશ હેઝલવુડની ઘાતક બોલિંગને કારણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રાજસ્થાન રોયલ્સને 11 રનથી હરાવ્યું.