ઉપરાષ્ટ્રપતિ ધનખડે ગ્વાલિયર સ્થિત રાજમાતા વિજયારાજે સિંધિયા કૃષિ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સંબોધન કર્યું હતું. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે ‘ભારતીયતા જ આપણી ઓળખ છે અને રાષ્ટ્રધર્મથી મોટો કોઈ ધર્મ નથી.’ આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલ આતંકી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, આજે ભારત પહલગામના પડકારનો સામનો કરી રહ્યું છે, પરંતુ આજે આપણી પાસે એક સશક્ત ભારત છે, જેની પાસે એક સક્ષમ નેતૃત્વ ક્ષમતા છે.
ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘રાજમાતાનો સંદેશ હતો કે, રાષ્ટ્રવાદ જ સર્વોપરિ છે. આમ ભારત જ આપણી સાચી ઓળખ છે.’ ધનખડેએ વિદ્યાર્થીઓને હંમેશા દેશને પ્રાથમિકતા આપવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે, ‘રાષ્ટ્રહિતથી આગળ કાંઈ નથી. હંમેશા દેશને સૌથી ઉપર રાખો. રાજમાતા હંમેશા દેશ માટે મજબૂતી ઊભા રહ્યા અને પોતાનું આખું જીવન દેશ સેવામાં નીછાવર કરી દીધી.’
તમને જણાવી દઈએ કે, 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. આ ઘટના બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી ગયો છે.