રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કર્યા બાદ ટીમ ઇન્ડિયાના નવા ટેસ્ટ કેપ્ટનને લઇને ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે. ભારત આગામી મહિનાથી ઇંગ્લેન્ડની સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમનાર છે. આ પહેલા ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડને નવા કેપ્ટનની જાહેરાત કરવાની રહેશ. નવા કેપ્ટન તરીકે કોણ રહેશે તેની જાહેરાત હજુ બાકી છે પરંતુ હવે જાણવા મળી રહ્યુ છે કે શુભમન ગિલ કેપ્ટન પદ માટે સૌથી પ્રબળ દાવેદાર છે. કારણ કે સ્પીડસ્ટાર જશપ્રિત બુમરાહ સ્પર્ધામાંથી બહાર થઇ ગયો છે. તે પોતે કેપ્ટન બનવા ઇચ્છુક નથી તેવી જાણ કરી છે. હવે ગેલ અને ઋશભ પંત વચ્ચે કેપ્ટન પદ માટે સ્પર્ધા છે,